ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક નિવેદનના કારણે તેઓ વિવાદોમાં સપડાયા છે. તેઓના નિવેદન બાદ ક્ષત્રિય સમાજ છેલ્લા ઘણા દિવસથી તેમની ટિકિટ રદ કરવાની માગ કરી રહીં છે. પરંતુ ભાજપ બને એટલું ડેમેજ કંટ્રોલ કરવા માગી રહીં છે.
ક્ષત્રિય સમાજ એકત્ર થઇ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. ત્યાં બીજી તરફ પાટીદારો રૂપાલાને સમર્થનમાં આવ્યાં છે. જોકે રૂપાલાનો વિરોધ હજી સમવાનુ નામ નથી લઇ રહ્યો, ત્યારે જામ સાહેબનો ગઇકાલે એક પત્ર સોશિયલ મીડિયામાં વહેતો અને ત્યારબાદ આજે બીજો પત્ર સામે આવ્યો છે. આ બન્ને પત્રો ધ્યાનથી જોતા તેમાં અનેક બાબતો શંકા ઉપજાવે તેવી છે.
જેથી teekhivaat દ્વારા આ બન્ને પત્રોની ખરાઇ કરવા માટે જામ સાહેબના પત્ર પર આપેલા બન્ને નંબરો ડાયલ કરી સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો ન હતો. એટલે જ અમે અહીં કહીં રહ્યાં છે કે, જામ સાહેબનો કયો પત્ર સાચો છે, કારણ કે બન્ને પત્રોમાં તફાવત છે.
એટલેજ હવે તમારે નક્કી કરવાનું છે.આ બન્ને પત્રો વચ્ચેનો જે તફાવત અમને જોવા મળ્યો છે, તેજ અનેક લોકોના ધ્યાને પણ આવ્યો હશે તેવું અમારૂ માનવું છે. પરંતુ હજી સુધી આ બન્ને પત્રો વચ્ચેના તફાવત અંગે કોઇ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.બન્ને પત્રોમાં શું તફાવત છે.
1) જામ સાહેબના ગઇકાલના (9-4-2024) પત્રમાં લેટર હેડ ઉપર એક લીલા રંગનુ ચિન્હ જોવા મળે છે.
2) જામ સાહેબના આજના (10-4-2024) પત્રમાં લેટર હેડ ઉપરનુ ચિન્હ તદ્દન જુદુ છે.
3) જામ સાહેબના પહેલા પત્રમાં જોવા મળતી સહીમાં બે શબ્દો છે.
4) જામ સાહેબના આજના પત્રમાં જોવા મળતી સહી જુદી જોવા મળે છે.
5) આ ઉપરાંત બંને પત્રોમાં નીચે દર્શાવેલા સરનામામાં પણ તફાવત છે.