સુરતની વાત: બીજેપીને સુરતન 14 બેઠક પર મળી હતી સફળતા, આ ચૂંટણીમાં આપ બાજી બગાડશે?

સુરતની વાત: બીજેપીને સુરતન 14 બેઠક પર મળી હતી સફળતા, આ ચૂંટણીમાં આપ બાજી બગાડશે?

ગુજરાતમાં 15મી વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે સુરત જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં કુલ 16 વિધાનસભા સીટ પર ચૂંટણી યોજવામાં આવે છે. વર્ષ 2017ની ચૂંટણીની વાત કરીએ તો સુરત જિલ્લાની એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી.

જ્યારે 15 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. સુરત જિલ્લામાં આ વખતે આમ આદમી પાર્ટીનું જોર વધ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ સારો દેખાવ કર્યો હતો. હવે જોવું રહ્યું કે, આપ આ ચૂંટણીમાં કેવી પ્રદર્શન કરે છે.

2017ની ચૂંટણી પર એક નજર

Noબેઠક નામબીજેપીકોંગ્રેસવિજેતા
155ઓલપાડમુકેશભાઈ પટેલયોગેન્દ્રસિંહ બાકરોલાBJP
156માંગરોળ (ST)ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવાવસાવા માનસિંહ નંદરિયાભાઈBJP
157માંડવીપ્રવિણભાઈ ચૌધરીઆનંદ ચૌધરીINC
158કામરેજબી.ડી.ઝાલાવડિયાઅશોક જીરાવાલાBJP
159સૂરત પૂર્વઅરવિંદભાઈ રાણાનીતિન ભરૂચાBJP
160સુરત ઉત્તરકાંતીભાઈ હિંમતભાઈ વલ્લરદિનેશ કાછડિયાBJP
161વરાછા રોડકુમારભાઈ શિવાભાઈ કાનાણીધીરૂ ગજેરાBJP
162કારંજપ્રવિણભાઈ ઘોઘારીભાવેશ ભુંમલીયાBJP
163લિંબાયતસંગીતાબેન રાજેન્દ્રભાઈ પાટીલરવિન્દ્ર પાટીલBJP
164ઉધનાવિવેકભાઈ પટેલસતિષ પટેલBJP
165મજુરાહર્ષ રમેશભાઈ સંઘવીઅશોક કોઠારીBJP
166કતારગામવિનુભાઈ મોરડિયાજીજ્ઞેશ મેવાસાBJP
167સુરત પશ્ચિમપૂર્ણેશભાઈ ઈશ્વરલાલ મોદીઇકબાલ પટેલBJP
168ચોર્યાસીઝંખનાબેન હીતેશભાઈ પટેલયોગેશ પટેલBJP
169બારડોલી (SC)ઈશ્વરભાઈ રમણભાઈ પરમારતરૂણ વાઘેલાBJP
170મહુવા STમોહનભાઈ ધનજીભાઈ ઢોડીયાડૉ. તુષાર ચૌધરીBJP

2017ના ચૂંટણી પરિણામ પર એક નજર

ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

ગુજરાતમાં કુલ મતદારો કેટલા?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *