ભરૂચ જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ પ્રદેશ ભાજપ અધ્યક્ષથી નારાજ થયા છે. તેથી ભાજપના સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી ભાજપ પ્રદેશ અધ્યક્ષને ટેગ કર્યું હતું. કહ્યું હતું કે, આજ રોજ ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં ભરૂચ જિલ્લામાંથી કોઈ પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં ન સમવેશ કરતા લોકોમાં ખૂજ જ નારાજગી ઉભી થશે.
એક તરફ સૌને સાચવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એવામાં ભરૂચ જાણે ભૂલાઈ ગયું હોય એવા માહોલ છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, ભરૂચમાં કુલ ત્રણ ધારાસભ્ય છે. ધારાસભ્ય ઈશ્વર પટેલને ભલે રીપીટ ન કરાય તો બીજા બેમાંથી તો કોઈને લેવા જોઈએ. ભરૂચ જિલ્લો આટલો મોટો જિલ્લો છે. કોંગ્રેસ અને BTP સામે લડીએ છીએ. દુઃખ થયું છે કે જિલ્લામાંથી એક પણ મંત્રી ન બન્યા. આ બાબતે મેં જ્યાં ધ્યાન દોરવાનું હોય ત્યાં ધ્યાન દોર્યું હતું. કાર્યકર્તા ઈચ્છતા હોય કે તેમનો નેતા મંત્રી બને પણ પછી ન બને એટલે નારાજગી ઉભી થાય તે દેખીતી વાત છે.