આપણા રાજ્યમાં સતત વધી રહેલા કોવિડ ૧૯ કેસો વચ્ચે આજે ગુજરાત હાઇકોર્ટે લોકડાઉન બાબતે રાજ્ય સરકારને ટકોર કરી હતી. જેના અનુસંધાને આજે CM રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મામલે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જ્યાર બાદ CM રૂપાણીએ રાજ્યમાં કરફ્યુ અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. સીએમ રૂપાણીએ રાજ્યના ૨૦ જિલ્લાઓમાં રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે. કેન્દ્ર સરકારની ટીમ ગુજરાત આવશે. 30 એપ્રિલ સુધી તમામ કાર્યક્રમો સ્થગિત રહેશે. લગ્નમાં માત્ર 100 લોકોને જ મંજૂરી અપાશે. 30 એપ્રિલ સુધી સરકારી ઓફિસો શનિવારે બંધ રહેશે.
હવે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો 3280 નવા કેસ નોંધાયા છે અને 2167 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 તથા રાજકોટમાં 2 અને વડોદરામાં 1 મળી કુલ 17 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. આ સાથે જ કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 17 હજારને પાર થઈ ગયો છે.
સરકારે કહ્યું કે આજે હાઈકોર્ટે સરકારને સલાહ અને માર્ગદર્શન આપતાં અમે નિર્ણય કર્યો છે કે, 20 સિટીમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કરફ્યૂ હતો જ. પણ હવે જૂનાગઢ, જામનગર, ભાવનગર, ગાંધીનગર, આણંદ, નડીયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, ભરૂચ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નાઈટ કરફ્યૂ લાગુ થશે.
આ બધા જ શહેરોમાં હવે રાત્રે 9 વાગ્યાના બદલે 8 વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવામાં આવશે. અને સવારે 6 વાગ્યા સુધી કરફ્યૂ લાગુ થશે. અને આ કરફ્યૂ 30 એપ્રિલ સુધી લાગુ થશે. લગ્નપ્રસંગમાં 10મી એપ્રિલથી 100 લોકોને જ છૂટ આપવામાં આવશે.
આ પહેલા 6 ડિસેમ્બરે 17 દર્દીના મોત થયા હતા.આમ લગભગ 4 મહિને ફરી 17 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યનો મૃત્યુઆંક 4591એ પહોંચ્યો છે. જ્યારે રિક્વરી રેટ 93.24 ટકા થયો છે.