એક તરફ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીને કોરોના હોવાનું બહાર આવ્યું છે, ત્યારે વડોદરા ખાતે આવેલા સી.આર.પાટીલ દ્વારા કોવિડની માર્ગદર્શિકાનું ફરીએકવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.
ગુજરાત માં ચૂંટણી પ્રચાર જ્યારે ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે આજે ગુજરાત પ્રમુખ સી.આર.પાટીલ વડોદરા આવ્યા હતા. અને ભાજપ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજરોજ મંગળવારે સાંજે ઢોલ તાસા પતક સાથે મરાઠી સ્ટાઈલ થી સી.આર.પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને મળવા માટે સમગ્ર વડોદરાના ભાજપના કાર્યકતાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.
આજે હલદી કંકુ ના કાર્યક્રમ સાથે સી. આર. પાટીલની સભા નો પ્રારંભ થયો હતો. જોકે આજે પણ સી.આર. પાટીલ દ્વારા કોરોનાની ગાઈડલાઈન નું પાલન નહોતું કર્યું.
તેઓ સતત માસ્ક વિના જ કાર્યક્રમમાં બેઠા હતા.
જોકે પાછળ થી કોઈ એ યાદ કરાવતા તેમણે માસ્ક ધારણ કર્યો હતો.
આજે મીડિયા સાથે વાતચીત કરતા જ્યારે તેમને પેટ્રોલના ભાવ વિશે પૂછવામાં આવ્યું હતું ,ત્યારે આ ઓપન માર્કેટ હેઠળ હોવાથી ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી તેમ જણાવ્યું હતું.
આ ઉપરાંત તેમને જ્યારે વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સામે મીડિયા સાથે કરેલી ગેરવર્તણૂક વિશે કોઈ પગલાં લેવાશે કે કેમ તેવું પૂછવામાં આવતા તેમણે આ બાબતે કોઈ ઉત્તર આપ્યો નહોતો.
મુખ્યમંત્રી કોરોનાગ્રસ્ત છતાંય માસ્ક વિના જ સી.આર પાટીલે સ્ટેજ શોભાવ્યું.
