ગુજરાત રાજ્યમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે ત્યારે કોંગ્રેસ ભાજપ પર મોકે નિશાન તાક્યું છે. ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે ત્યારે પ્રજાની ચિંતાની કરવાના બદલે મંત્રીની પસંદગીમાં વ્યસ્ત છે એવા ચાબખા માર્યા છે. મનીષ દોષીએ કહ્યું કે, ગુજરાતીઓ અતિવૃષ્ટિનો સામનો કરી રહયા ત્યારે ભાજપના નેતાઓ સત્તા માટે ટાટિયા ખેંચ કરી રહયા છે. શાસક પક્ષ ભાજપે ચેહરાની જગ્યાએ ચરિત્ર બદલવા ની જરૂર છે. હાલમાં નવા મંત્રીમડલ માટે ખેંચતાણ ચાલે છે. ભાજપ કહેવાતી શિસ્ત બંધ પાર્ટીમાં શિસ્તના ધજાગરા ઉડી ગયા છે. આ માહોલ જોવા મળી રહ્યો છે. નિતીન પટેલ, વિજય રૂપાણી, સી આર પાટીલ વચ્ચે ખેંચતાણ ચાલે છે. સેવાની વાતો કરતી ભાજપ સત્તાની લાલચુ છે.
મંત્રીપદ માટે ભાજપમાં ખેંચતાણ ચાલુ છે. ગુજરાતની પ્રજા સાથે છેત્તરપિંડી કરવામાં ભાજપ વ્યસ્ત છે. ભાજપમાં આંતરીક ખટપટ અને ખેંચતાણ બહાર આવી ગઈ છે. મુખ્યમંત્રીની પસંદગી કરવામાં જે રીતે એને ખેલ પાડ્યો, સરકારમાં જે રીતે ખેંચતાણ ચાલું છે. સરકારની તમામ મોરચે નિષ્ફળતા પુરવાર થઈ છે. ખાસ કરીને કોવિડની મહામારીમાં 3 લાખ જેટલા લોકોનાં મોત, ખેડૂતો પાયમાલ, ખેતી પાયમાલ, યુવાનો બેરોજગાર અને સરકારી નોકરીમાં ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપ સરકારની જે વાત સામે આવી છે એમાં ચહેરો બદલી નાંખવામાં આવ્યો છે. ગુજરાતની પ્રજા અતિવૃષ્ટિનો સામનો કરી રહી છે અને ભાજપના નેતા સત્તા માટે એક બીજાના ટાંટિયા ખેચવામાં વ્યસ્ત છે.