સુરત નજીક આવેલા હજીરાના રહેવાસીઓમાં આર્સેલરમિત્તલ અને નિપોન સ્ટીલ સામે ભારે રોષ ભભૂકી રહ્યો છે. અહીંના રહેવાસીઓ માં ભારોભાર આક્રોશ છે અને તેઓ આ બાબતે લડી લેવાના મુડમાં આવી ગયા છે. પર્યાવરણ કલિયરન્સ બાબતે આ કંપનીની આગામી તારીખ ૨૧મી સપ્ટેમ્બર ના રોજ સુનવણી થવાની છે ,ત્યારે અહી ના રહેવાસીઓ આ સુનવણી મુલતવી રાખવા માટે મોટી સંખ્યામાં સહી ઝુંબેશ ચલાવી છે.

આર્સેલર મિત્તલ અને નિપોન સ્ટીલ દ્વારા હજીરા ખાતે, અત્યાર ના પ્લાન્ટ ની ક્ષમતામાં વધારો કર્યા વિના અન્ય સહાયક સુવિધાઓ સ્થાપિત કરીને હાલના પ્લાન્ટ માં ફેરફાર માટેની પરિયોજના પ્રોજેક્ટ બાબતે લોક સુનવણી રાખવામાં આવી છે ,જે આગામી તારીખ ૨૧મી સપ્ટેમ્બર ના રોજ યોજાશે.

પરંતુ સ્થાનિક રહીશોએ આ બાબતે ભારે વિરોધ નોંધાવ્યો છે, જેમાં તેમના દ્વારા જમીન, પાણી અને વાયુ પ્રદૂષણમાં વધારો થશે , જેને કારણે દરિયાઈ સૃષ્ટિ, દૂષિત ભૂગર્ભ જળ અને મેંગૃવ ને ભારે નુકસાન થઈ રહ્યું છે. વળી ભૂગર્ભ જળમાં પ્રદૂષણને કારણે અહીંના રહીશો ને અત્યારે પણ કેન્સર જેવા જીવલેણ રોગ લાગુ પડી રહ્યા છે જેમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

હાલ આ કંપનીને કારણે સ્થાનિક રહીશો ને શ્વાસની બીમારી, કેન્સર જેવા રોગોનો સામનો કરવો પડે છે. જ્યારે કે જી.પી.સી.બી દ્વારા આ કંપની ને શૂન્ય પ્રવાહી કચરાનો યોગ્ય નિકાલ કરવાનો રહેશે તે શરતે મંજૂરી આપવામાં આવી છે પણ આર્સેલર મિત્તલ અને નીપોન સ્ટીલ તેનો છડેચોક ભંગ કરી રહ્યું છે.

તિખીવાત સાથે વાતચીતમાં ઠાકોર ભાઈ ખાલસી એ જણાવ્યું છે કે આ પર્યાવરણ સુનવણી રદ થવી જોઈએ અને કંપની સામે દંડાત્મક પગલાં ભરાવવા જોઈએ. જે રીતે આ કંપની પ્રદૂષણ ફેલાવી રહી છે તેમાં જો ફેરફાર સાથેનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો તો અહીંના લોકોને જીવવું મુશ્કેલ બની જશે. કારણકે પાણીમાં ખતરનાક રસાયણ ભળી જતાં લોકો હેરાન થઈ જશે. આ બાબતે અમે ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે અને સહી જુમ્બેશ પણ ચલાવી છે. જો સરકાર અમારી રજૂઆત ની અવગણના થશે તો અમારે આક્રમક આંદોલન કરવું પડશે”
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત રાજ્યના મંત્રી મંડળમાં ચાર મંત્રીઓ સુરતના છે, ત્યારે શું હજીરાના લોકો ને ન્યાય મળશે કે AMNS જૂથ પોતાની વાત મનાવી ફેરફાર સાથે પ્લાન્ટ ચાલુ કરી દેશે. આમ પણ રાજ્ય સરકાર માં કોર્પોરેટ ની મનમાની ચાલતી હોય છે, તો નવા મુખ્યમંત્રી, ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ લોકો તરફેણ કરશે કે કોર્પોરેટ ની તરફેણ કરશે તે સમય જ કહેશે.






