વડોદરા વિકાસની દોડ માં ઘણું પાછળ રહી ગયું છે ,તેમ ખુદ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત રઘુનાથ પાટીલે ચૂંટણી જાહેર થાય તે અગાઉ સ્વીકાર્યું હતું. ત્યારબાદ રંજનબેન ભટ્ટ નું નામ જાહેર થયું અને વિકાસ વિહોણા વડોદરાવાસીઓ એ બે ટર્મ માં રંજનબેને કઈ નથી કર્યું આ મુદ્દે જ વિરોધ શરૂ કર્યો હતો.. અને આ વિરોધ નો વંટોળ ભાજપને નુકસાનકારક નીવડે તેમ જણાતાં ડો હેમાંગ જોશી ને ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.
ત્યારે વડોદરા વાસીઓને હેમાંગભાઈ પાસે ઘણી આશાઓ હતી.. હવે હેમાંગ જોશીએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દિધો છે, ભાષણ આપે છે , લોકસંપર્ક કરે છે.. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પાદરાના રહેવાસી અને પુર્વ ધારાસભ્ય ને ઉમેદવાર તરીકે ઉતારવામાં આવ્યા છે , ત્યાર થી વડોદરાની ચૂંટણી નામ માત્ર ની રહી ગઈ છે, તેમ ભાજપ અને શહેરીજનો મહદ અંશે માની રહ્યા છે.
પણ અત્યાર સુધી આપેલા ભાષણો માં હેમાંગ જોશીએ ક્યાંય વડોદરાના વિકાસ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી.
વડોદરાવાસીઓ ને રામ પ્રિય જનતા તરીકે સંબોધી છે.તો વડોદરાવાસીઓને આ સર્ટિફિકેટ ની જરૂર જ નથી કારણકે કોંગ્રેસના રાજમાં વડોદરાવાસીઓએ સીતામાતા નો અભિનય કરનારા દીપિકા ચીખલિયાને જીતાડ્યા હતા.
બીજો મુદ્દો મોદીજીને ને ૪૦૦ પાર કરાવી ને ફરીથી પ્રધાન મંત્રી બનાવવાનો સ્ટેજ પર થી હેમાંગ જોશી પોતાના સંબોધન માં બોલે છે.. ત્યારે વડોદરામાં સાવ અજાણ્યા એવા ખુદ હેમાંગ જોશી જીતી રહ્યા છે એજ વડોદરાવાસીઓ નો મોદીજી પ્રત્યેનો આદર છે…
પોતે એચ.આર.. અને ફિઝિયોથેરાપી નો અભ્યાસ કર્યો છે , જીગર ઈનામદાર પ્રેરિત યુવાલય માં કામ કર્યું છે , છતાંય વડોદરાના વિકાસ વિશે બોલવા માટે એક વાક્ય નથી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નો અનુભવ છે તો શું વડોદરાની સરકારી શાળાઓની કાયાપલટ વિશે કંઈ બોલવા માટે નથી.
જે ભગવાન રામ માં માને તેમને રામ રાજ્ય વિશે જાણ હોવી જોઈએ, જેમાં વિકાસ એટલે માત્ર વ્યક્તિગત નહિ તમામ લોકો ના ઉત્થાન ને મહત્વ આપવામાં આવ્યું છે.. ત્યારે રંજનબેન ને બદલે હેમાંગ જોશી પણ વિકાસ સિવાયની જ વાતો કરે છે તો વડોદરા નો વિકાસ શું કરશે? તે હવે રામ જાણે… વડોદરાને વિકાસ જોઈએ છે, વખાણ માં રસ નથી.. જો તમારાથી વિકાસ અંગે ભાષણ પણ ના થઈ શકતું હોય તો વડોદરાવાસીઓ ફરી એકવાર ચોક્કસ છેતરાયા…