રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદનને લઇ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. આ અંગે ગઇકાલે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ મળી હતી. આજે રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે યોજાઇ હતી. રાજકોટથી પદ્મિનીબા વાળા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યાં હતા.
તેમની સાથે ચાર મહિલા સભ્યો પણ અમદાવાદ આવ્યાં હતા. આ બેઠકમાં કોઇ નિર્ણય નહીં, ભાજપના નેતાઓ સમક્ષ માત્ર એક જ માંગ રૂપાલાની ટિકિટ કાપી અને રાજકોટની સીટ ઉપરથી ઉમેદવાર બલદવામાં આવે.
ભાજપના ક્ષત્રિય નેતાઓ અને સમાજની કોર કમિટીની બેઠક બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ કે, ગઇકાલે પ્રદેશ પ્રમુખના નિવાસ સ્થાને મુખ્યમંત્રીની હાજરીમાં સમાજના સૌ આગેવાનોને બોલાવી રૂપાલા સાહેબના વિચાર અને ચાલતા વિવાદ અંગે ક્ષત્રિય સમાજની સંકલન સમિતી સાથે બેઠક કરવા અંગે જણાવ્યું હતુ. આજે તુંરતજ અમે મિટીંગ બોલાવી છે. સંકલન સમિતીની કોર કમિટી આજે હાજર હતી. અમારામાં બેઠેલા આજે તમામ મિટીંગમાં હાજર હતા. મેં કોર કમીટી સમક્ષ અમારી વાત કરી છે.
રૂપાલા સાહેબના ઉચ્ચારણ પછીના અડધો પોણો કલાકમાં વિડિયો દ્વારા, જાહેરમાં ગોંડલમાં અને અન્ય પ્રેસ પર જઇ માફી માગી હતી. ગઇકાલે અમારા પ્રદેશ અદ્યક્ષે પણ રૂપાલાજી અંગે મોટુ મન રાખી માફ કરી દેવા માટે પ્રદેશ અધ્યક્ષે પણ વિનંતી કરી હતી. મેં આજ વાત અમારા સૌના વચ્ચે કોર કમિટી સમક્ષ રજુ કરી અમે બધાને સાંભળ્યા વારા ફરથી પણ બધા જ લોકોએ એકજ વાત કરી…
અમને એકજ વાત મંજુર છે પાર્ટી રૂપાલા સાહેબને ત્યાંથી ખસેડીલે.. આ સિવાય અમને એક પણ વાત મંજુર નથી. અમે બધાયે પરિવારમાં પોતે વિચારવામાં વિનંતી કરી, પણ અહીંયાજ અમારી હાજરીમાં સર્વાનુમતે અમને જણાવ્યું કે, તમે પુરશોત્તમભાઇને માફી આપવાની વાત લઇને આવ્યાં છો એ વાત અમને મંજુર નથી.