મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા: રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

મંત્રીઓ ને ખાતાં ફાળવવામાં આવ્યા:  રાજેન્દ્ર ત્રિવેદીને મહત્વની જવાબદારી.

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી

સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખાતાની ફાળવણી પર આખરી મહોર મારવામાં આવી

ગુજરાતનું નવું મંત્રીમંડળ
કેબિનેટ બેઠકમાં ખાતાની થઈ ફાળવણી
મહત્વના ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાનો કારોભાર સોંપાયો
ગુજરાતની નવી સરકારના મંત્રીમંડળનો શપથગ્રહણ યોજાયો. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત 25 સભ્યોનું મંત્રીમંડળ રચાયું. જેમાં 10 કેબિનેટ, 5 સ્વતંત્ર અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ છે. ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળની શપથવિધિ રાજભવન ખાતે યોજાઈ હતી. જેમા નો રીપિટ થીયરી સાથે તમામ નવા સભ્યોને મંત્રીપદ આપવામાં આવ્યું છે. શપથ સમારોહ સમાપ્ત થાય બાદ કોને કયા ખાતાની ફાળવણી કરવી તે માટે સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી જે બાદ મંત્રીઑની ખાતાની ફાળવણી કરી દેવાઈ છે, મહત્વના ગણાતા ગૃહ, નાણા અને આરોગ્ય ખાતાના સુકાની પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.

નામવિષય ફાળવણીની વિગત
ભૂપેન્દ્ર પટેલસા.વ.વિ., વહીવટી સુધારણા અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, માહીતી અન પ્રસારણ, પાટનગર  યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, ઉદ્યોગ, ખાણ અને ખનીજ, નર્મદા, બંદરો, તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવાયેલ ન હોય તેવા વિષયો / વિભાગો   
કેબીનેટ મંત્રી
રાજેન્દ્ર ત્રિવેદીમહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
જીતુભાઈ સવજીભાઈ વાઘાણીશિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક
રૂષિકેશભાઈ ગણેશભાઈ પટેલઆરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો
પૂર્ણેશ મોદીમાર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરીક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલકૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન
કનુભાઈ મોહનલાલ દેસાઇનાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ
કીરીટસિંહ જીતુભા રાણાવન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી
નરેશભાઈ મગનભાઈ પટેલઆદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા
પ્રદિપસિંહ ખનાભાઈ પરમારસામાજીક ન્યાય અને અધિકારીતા
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ  
રાજયકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ રમેશકુમાર સંઘવીરમત, ગમત, યુવક સેવા અને સાંસ્કૃતીક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષા (સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન
જગદીશ વિશ્વકર્માકુટિર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી
બ્રીજેશ મેરજાશ્રમ, રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ
જીતુભાઈ હરજીભાઈ ચૌધરીકલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠો
મનીષાબેન વકીલમહિલા અને બાળ કલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજીક ન્યાય અને અધિકારીતા
રાજયકક્ષાના મંત્રી
મુકેશભાઈ ઝીણાભાઈ પટેલકૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ
નિમિષાબેન સુથારઆદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ
અરવિંદભાઈ રૈયાણીવાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ
કુબેરભાઈ ડીંડોરઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને  સંસદીય બાબતો
કિર્તીસિંહ પ્રભાતસિંહ વાઘેલાપ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ
ગજેન્દ્રસિંહ ઉદેસિંહ પરમારઅન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતો
આર. સી. મકવાણાસામાજીક ન્યાય અને અધિકારીતા
વિનોદભાઈ અમરશીભાઈ મોરડીયાશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
દેવાભાઈ પુંજાભાઈ માલમપશુપાલન અને ગૌ સંવર્ધન


PM મોદીએ પાઠવી શુભેચ્છા
ગુજરાતના નવા મંત્રીમંડળે શપથ લેતાની સાથે ખાતા પણ ફાળવી દેવાય છે ત્યારે PM મોદીએ નવા મંત્રીઓને ટ્વીટ કરી શુભકામના પાઠવાત કહ્યું કે મંત્રી તરીકે શપથ લેનાર તમામ સાથીઓને અભિનંદન, આ ઉત્કૃષ્ટ કાર્યકર્તાઓ છે જેમણે જાહેર સેવામાં જીવન સમર્પીત કર્યુ, આ કાર્યકર્તાઓએ પાર્ટીના એજન્ડાને આગળ વધાર્યો સૌને યશસ્વી કાળ માટે શુભકામનાઓ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *