લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ઝીલ મહેતા ઉર્ફે સોનુ યાદ છે? આ શોમાં નવ વર્ષની અભિનેત્રીએ આત્મરામ અને માધવી ભીડેની પુત્રીની ભૂમિકા ભજવી હતી. હવે તે મોટી થઈ ગઈ છે.
ઝિલ મહેતાએ પોતાની અભિનયથી દર્શકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. તે 2008 થી 2012 દરમિયાન આ શોનો એક ભાગ હતી. તેણે આ શોને વચ્ચે રાખીને વિદાય આપવાનું યોગ્ય માન્યું. કારણકે તેણે અભ્યાસને પ્રાધાન્ય આપ્યું હતું.એક સાથે બંને અભ્યાસ અને શૂટિંગ સંભાળવું મુશ્કેલ થઈ રહ્યું હતું, આથી તેણે શોને અલવિદા કહી દીધું.
ઝીલ મહેતાએ દસમાં ધોરણમાં ૯૩.૬% આવ્યા હતા. તેણે તાજેતરમાં જ બી.બી.એ ની ડીગ્રી પ્રાપ્ત કરી છે, અને હજી માસ્ટરસ્ માટે તૈયારી કરી રહી છે. સાથે હવે અભિનય ક્ષેત્રે પણ પદાર્પણ કરી રહી છે અને ટૂંક સમય માં એક વેબ સિરીઝ માં દેખાશે .