વડોદરા શહેર એમએસ યુનિવર્સિટી સોશ્યિલ મીડિયા માં ફરી આવી વિવાદમાં આવી છે
મ.સ MSU ના નામે ગઈકાલે બોગસ સર્ક્યુલર સોશિયલ મીડિયા માં વાઇરલ કરવામાં આવ્યો હતો, કોઈ ભેજાબાજે MSU ના લેટરહેડ જેવો જ બોગસ સર્ક્યુલર તૈયાર કર્યો હતો
7 મી તારીખ પહેલા બોયફ્રેન્ડ બનાવી લેવા છોકરીઓ ને અપાઈ સૂચના, યુનિવર્સિટી માં એકલી છોકરીઓને કોલેજમાં પ્રવેશ નહિ આપવામાં આવે તેવો કરાયો ઉલ્લેખ,સર્ક્યુલરમાં લખાયું ક્લાસમાં આવતા પહેલા ગર્લ્સે બોયફ્રેન્ડ હોવાના પુરાવા આપવા પડશે તો જ ક્લાસ માં પ્રવેશવામાં આવશે.,ભેજાબાજોએ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ગરિમા લજાવવાનો પ્રયાસ કર્યો છે,
ત્યારે મ.સ યુનિવર્સિટી ના રજીસ્ટર કે એમ ચુડાસમા દ્વારા આ સર્ક્યુલર ની ખૂબ નિંદા કરી હતી , અને સાથે સાથે યુનિવર્સિટી દ્વારા સાયબર crime માં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું , રજીસ્ટર દ્વારા જે પણ ભેજાબાજ દ્વારા આ હરકત કરવામાં આવી છે તેને કડક શિક્ષા મળે તે માટે યુનિવર્સિટી પગલાં લેવામાં આવશે