વાઘોડિયારોડ પાસે આવેલ તક્ષ ગેલેક્ષી સોસાયટીના રહિશો દ્વારા પાણીની સમસ્યાના મુદ્દે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટલા ફોડી વિરોધ પ્રદર્શન કર્યું.
વાઘોડિયારોડ બાયપાસ હાઇવે પાસે તક્ષ ગેલેક્ષી સોસાયટી આવેલી છે જ્યાં છેલ્લા બે વર્ષથી પીવાના,વાપરવાના પાણીની મુખ્ય સમસ્યાઓ છે અહીં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વેરાઓ તો આપવામાં આવે છે પરંતુ પ્રાથમિક સુવિધા મુખ્યત્વે પાણીની સુવિધાઓ આપવામાં આવતી નથી જેના કારણે સોસાયટીમાં દરરોજના પાણીના ટેન્કરો તથા પીવાના પાણી માટે જગ કે મિલ્ટર મંગાવવા પડતાં હોય છે. આ સોસાયટી વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ છે હજી તો ઉનાળો બાકી છે ત્યારે પાણીની સમસ્યાઓ થી લોકો પરેશાન થશે ત્યારે આજરોજ તક્ષ ગેલેક્ષી સોસાયટીના રહીશો દ્વારા”પાણી નહિ તો વોટ નહી” સૂત્રો સાથેના પ્લેકાર્ડસ સાથે કોર્પોરેશનનો હુરિયો બોલાવ્યો હતો અને પાણી નહીં તો વોટ નહીં ના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓએ માટલા ફોળી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીમા મતદાનનો બહિષ્કાર કરવાની વાત મિડિયાના માધ્યમથી કરી હતી.