આજે કોરોનાં કાળ બાદ મીડિયા ઇન્ડસ્ટ્રી ની વાત કરીએ તો આખું મીડિયા જગત અભિમન્યુ જેવી મનોસ્થિતિ માં છે. સાત કોઠા વીંધવાની તાકાત તો છે, પણ કૃષ્ણબળ ક્યાંક ખૂટે છે. જેને કારણે યોગ્ય માર્ગદર્શન નો થોડો અભાવ છે. પહેલાં ના વખતમાં છાપાં જો સત્તાધારી પક્ષની વાહ વાહી કરતા તો વાંચકો તેમને ટપારતાં, કે વાહ વાહ કરવા માટે છાપું કાઢો છો.
આ સ્વાતંત્રતા પછી ની વાત છે.. જે કદાચ સન.2000 સુધી ચાલતી રહી… પરંતુ સત્તાધારી પક્ષો અને તેમના આલા કમાન્ડ પણ પ્રોગ્રામિંગ માં એવા તો પાવરધા નીકળ્યા કે જો સત્તાધીશો વિરુદ્ધ થોડું વધુ કડવું સત્ય લખાય જાય તો સવાર સવારમાં અખબારની ઓફિસે ટોળાં આવે કે અખબાર ટ્રોલ થવા માંડે. આ હકીકત માં ખતરાની ઘંટી હતી , જે ચોથી જાગીર ને માત્ર જાગીર બનાવવાના મિશન માટે નીકળેલું ફરમાન હતું.
આ ભરતીમાં ઘણા ને ખૂબ ફાયદો થયો , પણ પત્રકારત્વ નું પોઇન્ટ બલેન્ક મર્ડર થયું.. અને તેમાં પણ પુરાવાનો અભાવ.. અંગ્રેજી માં કહેવત છે કે હિસ્ટ્રી રિપીટ્સ.. ઇતિહાસ પુનરાવર્તન કરે છે. અને કોરોના ને કારણે રામાયણ ફરી એકવાર સૌથી વધુ ટીઆરપી વાળી સિરિયલ બની ને રેકોર્ડ નોંધાવ્યો. પરંતુ જે કાઠું કહેવાય એવું પ્રિન્ટ મીડિયા નામશેષ રહ્યું ..કારણકે અખબારના કાગળ થી કોરોનાં ફેલાયની વાત એવી સરસ રીતે વહેતી થઈ કે કરવામાં આવી કે છાપાં ના સર્ક્યુલેશન પર મોટો ફટકો પડયો.
પણ તેની સાથે ડિજિટલ યુગ નો દિવડો ઝગમગી ઉઠ્યો..
તીખી વાતનો જન્મ
તીખી વાત એટલે જે વાત ખરેખર લોકોની આંખોમાં આસું લાવી દે , એવી વાતો ને લોકો સુધી પહોચાડવાનો એક પ્રયાસ છે. આપ આ ન્યુઝ પોર્ટલ પર કદાચ ટનબંધ સમાચાર નહિ જુવો ,પણ સાચી અને શોધ ખોળ થી સમૃધ્ધ વિચાર અને તેનું વર્ણન જરૂર થી વાંચી શકશો.. અહીં બ્રેકીંગ ની સ્પર્ધા નથી, પરંતુ દિલ દુભાયેલા લોકોનો આંતરનાદ રજૂ કરવાનો એક પ્રયાસ છે.
અહીં જે લખાશે તેના પુરાવા હશે તો જ લખાશે.. જો તમને સાચા અર્થમાં દળદાર છાપાં ની ખોટ સાલતી હોય તો તીખી વાત તેનો પર્યાય બનવાનો પ્રયાસ છે..
અહીં સંવેદના, સત્યની બેધડક રજુઆત ને મહત્વ આપવામાં આવે છે.. આ પોર્ટલ કોઈની માલિકી નું નથી..આ પોર્ટલ એવા તમામ પત્રકારોનું છે, જેમને સારું લખીને થાક લાગ્યો હોય અને સાચું લખવાની તાલાવેલી છે.