ગુજરાતનું સુપ્રસિદ્ધ મંદિર છે કુબેર ભંડારી મંદિર વધતા જતાં કોરોનાના સંક્રમણને કારણે ભક્તોના હિત માટે શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળે તાત્કાલિક વીડિયો કોન્ફરન્સથી મીટિગ કરી અને નિર્ણય લેવાયો છે કે, તારીખ ૧૦-૪-૨૦૨૧ના શનિવાર, તા.૧૧-૪-૨૦૨૧ રવિવાર અને તા. ૧૨-૪-૨૦૨૧ના સોમવાર સુધી આમ ત્રણ દિવસ માટે કુબેરભંડારી દાદાનું મંદિર ભક્તોના હિત માટે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સ્વૈચ્છિક બંધ રાખવામાં આવશે. તેમજ કુબેર ભંડારીને લગતા જેટલા મંદિરો છે તે બધા મંદિરો પણ આ ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક બંધ રહેશે. તા. ૧૩-૪-૨૦૨૧ મંગળવારથી રાબેતા મુજબ ભક્તો દર્શન કરી શકશે. શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત સંસ્થાન ટ્રસ્ટી મંડળ દ્વારા ભક્તો માટે ઓનલાઇન દર્શનની પણ સુવિધા રાખવામાં આવી છે.
ઓનલાઇન દર્શનની
shreekuberbhandarikarnali.org/
www.facebook.com/shreekuberbhandarikarnaliofficial
www.youtube.com/shreekuberbhandarikarnali